Friday, August 26, 2011

ગરવી ગુજરાત

હું પુસ્તકો નો પહલે થીજ શોખીન રહયો છું ને મને આ શોખ મારા પપ્પા તરફથી મળેલો છે, જયારે એ થી ઉલટું અમારા ઘર ની સ્ત્રીઓ ને એમાં જરા પણ રસ નથી. મારો સૌથી નજદીક નો એવો મારા નાના ભાઈએ આ જન્મદિને મને ઝવેરભાઈ ની પુસ્તક - "સત્ય ની શોધ માં" ગીફ્ટ માં આપી. આપતી વખતે મારા ભાઈએ કહેલું, તારી પાસે જો ૫-૬ કલાક નો સમય હોય ત્યારેજ આ વાંચવા બેસજે કારણ કે ચાલુ કરીશ તો મુકવાનું મન્ન નહિ થાય, ને સાચે એમજ થયું. મેં આ આખું પુસ્તક એકજ બેઠક માં મારી અમદાવાદ થી બંગલોર ના ટ્રૈન પ્રવાસ દરમિયાન વાંચી કાઢ્યું ને ખુબજ આનંદ થયો ...

શું ઝવેરભાઈ ના શબ્દો.. પાત્રો ને આલેખવાની એમની છટા.. અને કોઈ પ્રસંગ ને વર્ણવાની એમની રીત.. વિચારતા કરી મુકે આપને.. ગર્વ છે આપણા ભવ્ય વારશા પર. આજના આ અંગ્રેજી પુસ્તકિયા જમાના માં આપણે આપણા  ગરવી ગુજરાત એવા  કલ્ચર ને કસાક અંશે ભૂલતા હોઈએ એમ લાગે છે..

કોઈએ ઝવેરભાઈ ને પ્રશ્ન કરેલો.. આ પુસ્તક ની વાર્તા નો અંત આચાનક આવી જાય છે ને તેમાં કોઈ તારણ નથી નીકળતું તો નવી આવૃત્તિ માં જરા ફેરફાર કરી અંત માં કસુક તારણ લાવોને.. જવાબ માં  ઝવેરભાઈ એ લખેલું... "લેખક નું કામ ઘટના ને લોકો સમક્ષ મુકવાનું ને એમને વિચારતા કરવાનું છે.. હું કોણ છું અંત નક્કી કરવા વાળો"

હવે મેં ગુજરાતી બુક્સ વાંચવાનું નક્કી કર્યું છે.. અને મને એમાં કઈ નવા જુનું મળશે તો જણાવતો રહીશ.

આભાર.