Tuesday, November 29, 2011

દ્વારકાધીશ


કૃષ્ણ અને એમની ભક્તિ હંમેશા મને કરવી ગમી છે, નાના હતા ત્યારે એમના બાલ્ય જીવન ની સીરીયલ ને હવે એમના જીવન ચરિત્ર એ મને એમને follow કરવા પ્રેર્યો છે. બપોર ના ભોજન સમયે મિત્રો સાથે કૃષ્ણ ને એમની લીલાઓ  હંમેશા favorite વિષય રહ્યો છે ને રાત્રે ભોજન સમયે TV પર એમની સીરીયલ..થોડા સમય પેલા મેં "ગીતા" સમજવાનો પ્રયાસ કર્યો તો પણ એવું લાગ્યું કે એવું કોઈ સરળ માધ્યમ મળે જે ગીતા બહુ સરળ સબ્દો માં સમજાવે તો મજા પડી જાય.. 

આજ કાલ Imagine TV  પર "દ્વારકાધીશ" નામે નવી સાપ્તાહિક ચાલુ થઇ છે ને એ  લોકો ખરેખર ખુબજ સરસ રીતે કૃષ્ણ ને એમના જીવન ને સરળ રીતે સમજાવે છે.. એમની પત્ની એ એમને પૂછેલું.. " તમે કહો છો કે તમે હંમેસા ધર્મ ની સાથે રહો છો .. પણ ધર્મ છે શું.. ?", કૃષ્ણ એ બહુ સરળ સબ્દો માં સમજાવેલું .. " જીવન એ એક અગાધ સમુદ્ર છે ને એમાં દરેક લોકો પોત પોતાની હોળી લઇ કિનારે( મુક્તિ ) પોહ્ચવાનો પ્રયાસ કરે છે.. પણ કોઈની હોળી વ્યવસ્થિત નથી ને એમાં કોઈ ને કોઈ ખામી છે..  આ કિનારે પોચવાની હોળ માં બે પ્રકાર ના માણસો હોય છે. એક એ જે એમની હાલક ડાલક નૈયા ને મારા હવાલે છોડી પોતાનું કામ કરે છે.. મારા માં અગાધ શ્રદ્ધા રાખે છે કે કૃષ્ણ અમારી જોડે છે.. ને બીજા એ જે પહેલાથીજ માની લેછે કે અમે તો કિનારે પોચવાના  જ નથી પણ બીજા કોઈને પણ નહિ પોચવા દઈએ..  આમાં જે પહેલા પ્રકાર ના માણસો જે કરે છે એ ધર્મ છે"

જય હો દ્વારકાધીશ.. જય શ્રી કૃષ્ણ...